top of page

ક્ષમા - મિચ્છામી દુક્કડમ



જય આદિનાથ

જય ગુરુદેવ

                 

જૈન ધર્મમાં સૌથી મહત્વ આરાધના ઉપર છે. આરાધના એટલે વિરાધનાથી અટકવું.


 આરાધનાના દિવસો એટલે પર્વ પર્યુષણ મહાપર્વ પર્યુષણ મહાપર્વ એટલે શ્રાવકને કરવા યોગ્ય સુકૃત કાર્યો સાધુ ભગવંતના આચારો તથા સાત ક્ષેત્રોમાં કરવા યોગ્ય કાર્યો આદિ જણાવામાં આવે છે.


પયુર્ષણ મહાપર્વમાં સૌથી મહત્વ "ક્ષમા" પર્વ ક્ષમા એટલે ગમે તેવો દુશ્મન છે તેવો કોઈ અપરાધ હોય કે ના હોય પણ બસ માટે તેને ક્ષમા આપવી છે.તેના માટે ક્ષમા પર્વ કહેવાય છે.આવા ક્યારે પર્વના દિવસો આવે છે. ત્યારે તે પર્વના દિવસો નાના કહેવાય છે.


આવો પર્વ આવે એટલે સૌના હૈયામાં મનથી નાચી ઉઠે છે.કારણ કે પર્વ રોજ માટે નથી હોતા તે જ્યારે આવે છે ત્યારે જ પાપનું પ્રક્ષાપલ કરવા સૌ તૈયાર થાય છે. આમ તો જ્યારે પણ દોષ લાગ્યો હોય ત્યારે જ પાપનું પ્રક્ષાપલન કરવાનું હોય છે. જ્યારે શાસ્ત્રોમાં પણ તે જ જણાવ્યું છે. જ્યારે તમને દોષ લાગ્યો છે ત્યારે જ પાપનું પ્રતિક્રમણ કરવું. સર્વ પાપનો નાશ એટલે પર્યુષણ પર્વ આવો પર્વ આવ્યો છે અને હૈયામાં ઉમંગ છે. તપ ત્યાગનું નજરાણું એ પ્યુર્ષણ પર્વ છે.(કેટલાક પર્વ તપથી થાય છે. કેટલાક પવે લાલચ કેટલાક પર્વ વિસ્મય કેટલાક પર્વ વિસર્જન )આવા પર્વમાં આગમ શિરોમણી એટલે કલ્પસૂત્ર છે. જેનું પ્રવચન થાય છે જેના વ્યાખ્યાતા એટલે ૧૪ પૂર્વમાંથી આગમ સુધી બાળ જીવો ઉપર ઉપકાર કરવાથી આગમ સુધી લાવીને સૌ જીવો ઉપર કરુણા કરનાર ૧૪ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીએ કરેલું તેમાં પહેલા ત્રણ દિવસ શ્રાવકોના કર્તવ્યો છે. જેમાં વાર્ષિક કર્તવ્યો તથા આઠ દિવસ કરવા યોગ્ય કર્તવ્યો પછી આગમ શિરોમણી શ્રી કલ્પસૂત્રનું વાંચન અર્થ સહિત થાય છે.જેમાં ગણધર પર્વ સામાચરી પ્રકરણ આદિનું ઘણું જ મહત્વ આપેલ છે.


ગણધરવાદમાં જે પણ તિર્થંકર તીર્થોની સ્થાપના કરે છે. ત્યારે ગણધરની સ્થાપના કરે છે.જે આ તગણધર છે તે પોતે જ એક ગહન અભ્યાસુ હોય છે. જેમના શિષ્યો એટલે ૫૦૦ શિષ્યો હોય છે. તેવા જે વિપ્ર વિગેરે હોય છે તે જ્યારે ખબર પડે છે કે તિર્થંકર વીતરાગી કહેવાય છે. તેના માટે તે લોકો જ્યારે ત્યાં વાદ કરવા માટે જાય છે. અને પ્રભુની દ્રષ્ટિ તેઓ પર પડે છે ત્યારે સામેથી પ્રભુ તેઓના પ્રશ્નોના ઉત્તર આપે છે ત્યારે તે વિપ્ર તે તારક તિર્થંકરના ચરણોમાં મસ્તક ઝુંકાવી દે છે અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે એટલે ગણધર ની સ્થાપના થાય છે તે ગણધરવાદમાં તેઓના જે પ્રશ્નો છે તેનું બધું જ વર્ણન કરવામાં આવેલું છે. સમાચારી પ્રકરણમાં પણ જે તે સમયે જીત કલ્પ આદિમાં જે પણ બદલાયું તેમાં કેવી રીતે થયું તે બધું સમાચારી પ્રકરણમાં બધું વર્ણન કરવામાં આવ્યું છે. આવું ઘણું બધું જ્ઞાનથી ભરપૂર એટલે કલ્પસૂત્ર આગમ છે.


આવા પર્યુષણ પર્વ આવ્યા છે અને જે ક્યાંય પણ કષાય આદિના પરિણામ છે તેને નાશ કરીને શુદ્ધ થઈને સહુ ની જોરે ક્ષમા પ્રદાન કરી આત્મ કલ્યાણ કરવાનું હોય છે.જૈન શ્રી સંઘ માટે આ ઉત્તમ પર્વ છે. માટે જ આવા ઉત્તમ પર્વમાં આરાધના કરવી અને કરાવવી તે વ્યક્તિ માટે પુણ્યનો બંધ સારી થતો હોય છે.


અમારી પ્રવેટણનું કર્તવ્યથી અકબર રાજાને સમજાવેલ અને આચાર્ય ભગવંત શ્રી હિરસુરી મ. સા.ની પ્રેરણાથી રાજાએ તેની આજ્ઞામાં રહેલા જેટલા પણ દેશ હતા ત્યાં બધી જ જગ્યાએ અમારી પ્રવર્તન કરાવીને જૈન શાસનનો જય જય કાર કરાવેલો.


આવી રીતે શ્રાવકના કર્તવ્ય તથા સાધુ ભગવંતના તમામ આચરોનું વર્ણન કરીને સૌને આત્મ કલ્યાણ કરીને મોક્ષ સુધી પહોંચે છે તો આવા પર્વ પર્યુષણના પર્વને એવા સાર્થક કરીએ કે જીવનનું એક નજરાણું થઈને રહે...


આવ્યો ક્ષમાપના પર્વ

લાવ્યો આનંદનો પર્વ

સૌને સાથે રાખી જો કરો ક્ષમા

એટલે આપી છે મિચ્છામી દુક્કડમ




Commentaires


bottom of page