top of page

જીવનની એક નવી શરૂઆત એટલે જીવનની એક નવી દિશા.....

ree

જીવનનું એક નવું કિરણ જ્યારે પ્રગટે છે ત્યારે તે સમયે અનહદ અકલ્પની આનંદ પ્રગટે છે તે આનંદ કોઈને બતાવી પણ નથી શકાતો તે આનંદની અવધિ કોઈને કહી પણ નથી શકાતી આવો જ્યારે દિવસ આવે છે ત્યારે હૈયામાં આનંદ કેટલો હોય છે તે આનંદ જીવન માટે થોડા સમય પૂરતો લાગે છે પછી જેવો હતો તેવો રહેવા માટે જે જીવનની દિશા બદલાતી નથી જીવનની દિશા બદલવા માટે જ્યાં સમર્પણ નું શિશ ચૂકાવ્યું છે તેમની આજ્ઞાનું પાલન પ્રમાણેનું જીવન હશે તો જ જીવનની સાચી દિશા તરફ જઈ શકીશું.


માટે જીવનમાં સમર્પણ ભાવ હોવો જોઈએ તે સમર્પણ ઉચ્ચ કક્ષાની હોવો જોઈએ કે જે સમર્પણ નો સ્વીકાર કરે છે તેની સંપૂર્ણ આજ્ઞારૂપી પડછાયા માં જ રહેવાનું તેમની આજ્ઞા ના પડછાયામાં જો ગુંથાઈ જઈશું અને તેમની જ સંપૂર્ણ ઈચ્છા પ્રમાણે જીવનમાં આગળ વધીશું ત્યારે તે સમર્પણ નો જે સ્વીકાર કરે છે ત્યારે તે કાંઈ અલગ દિશામાં હોય છે તે જ્યારે અંતરના આશીર્વાદ આપશે ત્યારે સમજી લેવું કે જીવનનો સાચો આનંદ તેમાં છે અને તે આનંદ અકલ્પનીય છે તેની કોઈ અવધિ નથી બસ આવા આનંદની દિશામાં જો પહોંચી જઈશું તો સમજી લેવું એક સાચી દિશા તરફનું પ્રયાણ કર્યું છે અને તે પ્રયાણ મોક્ષના દ્વાર સુધી પહોંચાડશે માટે જ આવો આનંદ જે દિવસે જીવનમાં આવશે.


તે કાંઈક અલગ પ્રકારનો છે માટે જ્યાં સમર્પણ માથું ઝુકાવ્યું છે બસ તેમની આજ્ઞા ઈચ્છા વફાદારી તેમના ચરણોની સેવાથી આશીર્વાદની પ્રાપ્તિ કરી લેશો બસ જીવન ધન્યથી ધન્ય થઈ જશે જીવનને ધન્ય બનાવવાની ખબર પડી છે તો સમજી લેવું જીવન ધન્ય બનાવવાનો અવસર આવી જ ચૂક્યો છે કહેવાય છે... ચડતી નહીં પણ બિન શરતી સમર્પણ કરશો ચોક્કસથી એક દિવસ તમારી પણ શરત માન્ય રહેશે માટે જ બિનસર થી સમર્પણ માથું ઝૂકાવવાનું હોય છે


                             °- એટલે - °

                     ''એક નવી દિશા તરફ"


                             ∆- પ્રસાદી -∆


કહેવું હોય છે ઘણું પણ કરી શકાતું નથી,

જાણવું હોય છે ઘણું પણ જણાવી શકાતું નથી,

ઓ માનવી ! તું મુસીબતનો સામનો કર,

ચિંતા ના કર તું " સદા નો સાથી " તારી સાથે છે.

ree

Comments


bottom of page