top of page

પરપોટો

ree

જય આદિનાથ

જય ગુરુદેવ

સદા નો સાથી


આંખ બંધ કરીયે અને ખોલીયે એટલાં ઓછાં સમયમાં બનતો પરપોટો જે અંદરથી સાવ પોલો તે પરપોટો જે આપણને પાણી દૂધ વલોણા વગેરેમાં દેખવા મળે છે જેવો તે થયો ને તરત જ નાશ થયો આવો તે છે પરપોટો વિચારજો કે પરપોટાં જેવું આપણું જીવન પુણ્ય હોય કે પૈસા હોય, સત્તા હોય કે સફળતા હોય, નોકરી હોય કે ધંધો હોય, પ્રસિદ્ધિ હોય કે પ્રભાવ હોય, જો આચાર વિચારમય જો નક્કર હશે તો અસ્તિત્વ લાંબુ રહેશે. પણ મળેલી તમામ સામગ્રીમાં ગળાડૂબ થઈ ગયા તો પરપોટાની જેમ બધું જે મળ્યું હશે તે ફૂટી જશે અને જો ગળાડૂબ ન બન્યા તો તમારી વંશ પરંપરા સુધી ચાલશે પહેલાની તમે વંશ પરંપરા દેખશો તો કોઈ જ કાવાદાવા વગરની હતી નિષ્પક્ષ હતી જન્મતા જે મળ્યું તેને ભોગવીલેતા હતા કારણ તે આદરથી લેતા હતાં અત્યારે બધું કાવાદાવા જ મળે છે તેના હિસાબે પરપોટાની જેમ ફુટી નીકળ છે તો આપણે નક્કી કરીયે કે પરપોટા જેવી અફસોસકારક સફળતાથી હર હંમેશા દૂર રહીએ.....


પરપોટો છે જીવન

ફૂટયો અને બધું વેરાય છે જીવન

સત્તામાં અંધ ન થતાં

પરપોટો અસ્તિત્વ વિનાનો છે.....

ree

Comments


bottom of page