top of page

આપણી જીવન યાત્રા નાની છે.



જય આદિનાથ

જય ગુરુદેવ

✍🏻 સદા નો સાથી 


        જીવનની યાત્રા તો નાની છે પણ જો આ યાત્રા તમને સારી રીતે ચલાવતા આવડે તો સમજવું કે યાત્રા તમને મોક્ષ સુધી લઈ જનાર છે માટે જ દરેક પરિસ્થિતિ ને સમજીને પોતાના જીવનમાં આવતા દરેક સારા અથવા ખરાબ સમયમાં મારી યાત્રા કેટલી ? જો આ પ્રશ્ન જીવનમાં વ્યવસ્થિત ગૂંથાઈ જાય તો સમજી લેવું કે જીવનમાં દરેક ક્ષણે તમને અનહદ આનંદ આવશે સમજવું એ જરૂરી છે કે આ દુનિયામાં આપણો સમય કેટલો ઓછો છે. તેમાં નકામી દલીલો, ઈર્ષ્યા, ક્રોધ, માફ ન કરવા, નારાજગી, ખરાબ વર્તન, કોઈએ તમારું દિલ તોડ્યું, કોઇએ છેતર્યા, ધમકાવ્યા, અપમાન કર્યા, વગેરે ઘણું બધું પોતાના જીવનમાં થતી દરેક પ્રકારની અયોગ્ય તકલીફમાં જે સમય ગયો તે શું યોગ્ય છે ? પરિસ્થિતિ પ્રમાણે ઘણા બધાં ખરાબ વિચાર કરી લઈએ છીએ. પણ શાંતિથી જ્યારે વિચારીએ ત્યારે લાગે છે ક્યાંક તો ખોટા હોઈએ છીએ.માટે જ આવિ પરિસ્થિતિમાં સમયને બગાડ્યા વગર પ્રમાદ કર્યા વગર સમય કેમ સારી રીતે થાય તેમાં જ રહીશું તો જીવનમાં ક્યારેય દુઃખની અનુભૂતિ નઈ થાય. એક વાત છે એક જગ્યાએ બધાં જ માણસો બસ સ્ટેન્ડ ઉપર ઊભા હતા બસની રાહ જોતા હતા બસ આવી ત્યારે બધાં જ મુસાફરો બસમાં ચડ્યા. તેમાં એક વૃદ્ધ મહિલા પણ સામીલ હતા તે બસમાં ચડ્યા અને પછી તે તેમની જ્યાં સીટ આવી ત્યાં બેસી ગયા હવે અહીં ઘટના એવી થઈ કે જ્યાં મહિલા બેઠી છે ત્યાં એક જુવાનવયની દીકરી પણ બેઠી છે. થોડી વાર પછી તે યુવતી વૃદ્ધ મહિલાને બેઠા બેઠા ધક્કા મારવા લાગી પણ જે પોતાની અંદરની ખુશીમાં હોય તેને બહારથી કોણ શું કરી રહ્યું છે તેની કાઈ ફિકર નથી થતી વૃદ્ધ મહિલા પણ એકદમ શાંતિથી બેઠી છે. જ્યારે આ યુવતીને થયું કે આટલું કરવા છતાં પણ આતો કાઈ કરતા નથી એથી તે વધારે ચિડાઈ પછી તેને તે વૃદ્ધ મહિલાના સામાનને લાતો મારવાનું ચાલું કર્યું પહેલા તો પોતાને ધક્કા માર્યા હવે પોતાના સામાનને લાતો મારવા લાગ્યા તે પણ કોઈ જ કારણ વિના આવી રીતે અયોગ્ય વર્તન કરવું તે કેવી રીતે બરાબર કહેવાય થોડું અહી વિચારશો કદાચ આવી રીતે કોઈ પણ વ્યક્તિ તમારી જોડે કરે તો શું થાય ???કેટલી શાંતિ રહે! કેટલા ખુશ રહો ! આ વૃદ્ધ મહિલા તો એકદમ શાંત ચિત્તે બેસી રહ્યાં છે. આટ આટલું થવા છતાં પણ આ વૃદ્ધ મહિલા કાઈ કરતા કાઈ નથી કરતા એટલે તે યુવતી એટલી ચિડાઈ કે તરત જ છણકા સાથે તે મહિલાને બોલવા લાગી કે મે તમને આટ આટલુ ખરાબ વર્તન કર્યું તો પણ તમે કાઈ કરતા કાઈ બોલ્યા નઈ તો તેનું શું કારણ ? ત્યારે હસીને વૃદ્ધ મહિલાએ જવાબ આપ્યો કે દીકરી ! તારી અને મારી યાત્રા ક્યાં સુધી ? કારણ કે " આપની યાત્રા નાની છે " આગળનું સ્ટેશન આવશે ત્યારે હું ઉતરી જઈશ અને તું આગળ જઈશ તો આટલી નાની યાત્રામાં નકામી શેના માટે ચર્ચા કરવી અને કેમ સમય બગાડવો એટલે દીકરી હું તારા વર્તનથી કાઈ નથી બોલી અથવા મને કાઈ કરતા કાઈ તકલીફ નથી થઈ ત્યારે તે યુવાન દીકરીને હૈયાથી પશ્ચાતાપ થયો અને તે મહિલા જોડે માફી માંગી ત્યારે ફક્ત તે વૃદ્ધ મહિલાએ કીધું કે દીકરી "આપની જીવન યાત્રા નાની છે"


તમારું સ્મિત મોક્ષ સુધી હોવું જોઈએ

તમારું સ્મિત અંગત વ્યક્તિ સુધી હોવું જોઈએ

તમારું સ્મિત દરેક મિત્રો સુધી હોવું જોઈએ

તમારું સ્મિત દરેક સુધી હોવું જોઈએ....!



Comments


bottom of page