top of page

ત્યારે શંખ ફૂંક્યો


ચારે બાજુ ભયંકર યુદ્ધનાં પવન ફૂંકાઈ રહ્યા હતા, મારો-કાપોનાં  જોર જોરથી અવાજોથતા હતા. બન્ને પક્ષે પૂર જોશમાં સૈનિકો પોતાના સ્વામીને વિજય પમાડવા પોતાનાપ્રાણનું બલિદાન આપી રહ્યા હતા. કયો પક્ષ વિજય થશે તેનું કોઈ નક્કી નહોતું કરીશકતું. સંસારમાં જમીન, સંપત્તિ, આદિ અનેકવિધ વસ્તુ ઓ માટે લડાઈ થાય છે. અનેઅત્યારે તેના જ માટે સૌ કોઈ કોર્ટ સુધી જઈ રહ્યા છે. બન્ને પક્ષ મજબૂત રીતે લડતઆપતા હતા પણ કૃષ્ણ મહારાજાનો વિજય નક્કી જ હતો. જરાસંઘ નો વધ પણ નક્કીહતો. બન્ને શૂરવીર હતા. બન્ને હોશિયાર યોદ્ધા હતા.


આ તરફ હવે જરાસંઘ ને લાગ્યું કે વિજય મારા હાથમાં નહી આવે એટલે તેણે માયાવીશક્તિનો ઉપયોગ કરીને કૃષ્ણ મહારાજાના સૈન્ય ને બેભાન કરી દીધું અને જેવુંકૃષ્ણમહારાજાનું સૈન્ય બેભાન થયું એટલે જરાસંઘને પોતાનાં પક્ષે વિજય થયો તેમનાચવા લાગ્યો. પણ ભાવિમાં જે લેખ લખાયો હોય તેને મિથ્યા કોણ કરી શકે ? કૃષ્ણમહારાજા આ આ ઘટના જોઈને ગભરાયા કે હવે શું થશે? શું કરવું? આમ વિમાસણમાંપોતે આવી ગયા, પણ પુણ્ય જેનું સોળે કળાએ ખીલેલું હોય તેને ક્યાં ચિંતા કરવાનીહોય છે!


કૃષ્ણરાજા ની સાથે તેમના પિતરાઈ ભાઈ બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ જોડેહતા. રાજા એ પ્રભુ ને વિનંતી કરી કે હવે આ માયાવી અસુરી શક્તિનો સંહાર કેમકરવો? પ્રભુ એ પણ પોતાની જ્ઞાન શક્તિથી જાણ્યું કે કોના દ્વારા હવે આ સૃષ્ટિ ઉપરમહાન ઉપકાર થવાનો છે તેથી કૃષ્ણરાજાને પણ તે જ રસ્તો બતાવ્યો. પ્રભુ બોલ્યા કે હેકૃષ્ણ તમે (પાર્શ્વનાથ પ્રભુનો) અઠ્ઠમ તપ કરો. જ્યારે તમારા તપથી, ધ્યાનથી, જપથીદેવી દર્શન આપે ત્યારે તમને જણાવશે અને રાજા એ પણ તે વાતને શ્રદ્ધા પૂર્વકસ્વીકારીને અઠ્ઠમ તપનો પ્રારંભ કર્યો અને ત્રીજા ઉપવાસ ની રાત્રિ માં પદ્માવતી દેવીપ્રત્યક્ષ થઈ અને કહ્યું કે હે વત્સ ! તે મને કેમ યાદ કરી ?


ત્યારે શ્રી કૃષ્ણ મહારાજા બોલ્યા કે અમારા આ યુદ્ધમાં શત્રુ પક્ષે અસુરી શક્તિ દ્વારાસૈન્ય ને બેહોશ કર્યું છે. તો હવે શું કરવું ? ત્યારે દેવીએ, પોતે જે પ્રભુની રોજ પૂજાસાધના કરી રહ્યા હતા તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જે પાતાલલોકમાં, દેવલોકમાંપૂજાઈ. હવે તે પ્રતિમા પદ્માવતી દેવીએ કૃષ્ણ મહારાજાને અર્પણ કરી મનુષ્યલોક માંપૂજા-અર્ચના માટે. અને દેવીએ વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજાને કહ્યુંકે હે વાસુદેવ! આ પ્રતિમા અત્યંત પ્રભાવશાળી હોવાથી તે પ્રભુનો તમે અભિષેક કરીને સમગ્ર સૈન્ય ઉપરછંટકાવ કરશો તો તમારું સૈન્ય પાછું જે પ્રમાણે હતું તે પ્રમાણે થઈ જશે.


અને પછી પ્રભાતે વાસુદેવે દેવી એ બતાવ્યું તે પ્રમાણે પ્રભુનો અભિષેક કરીને તેન્વહણ જળનો છંટકાવ સૈન્ય પર કર્યો અને સૈન્ય જાગૃત થયું અને હવે તો જરાસંઘનાંસૈન્ય ઉપર તો વાસુદેવનું સૈન્ય એ પ્રમાણે તૂટી પડ્યું કે જાણે આભ ફાટ્યું હોય નેપાણીથી સૃષ્ટિ ભરાઈ હોય તે પ્રમાણે થયું અને છેલ્લે વાસુદેવનાં હાથે પ્રતિવાસુદેવજરાસંઘ હણાયો. વાસુદેવ કૃષ્ણ મહારાજા નો જય-જયકાર થયો. ત્યારે વાસુદેવનાં જેપાંચ શંખ પોતે લઈને પોતાની આણ જ્યાં સુધી છે ત્યાં સુધી તે શંખનો ધ્વનિ જયકારમાટે પોતે જય-વિજયનો શંખ ફૂંક્યો. અને સમગ્ર સૃષ્ટિ, માનવ લોકમાં આનંદ મંગલકર્યું.


આ તરફ વાસુદેવે જે દેવી દ્વારા પ્રાપ્ત થયેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પણ જબરદસ્તચમત્કારનાં કારણથી પોતે જ્યાં વિજય શંખ ફૂંક્યો હતો ત્યાં જ શંખપુરી નગરીવસાવી. અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં નામનો જયકાર કર્યો. જે આજે શંખેશ્વરતીર્થનાં નામથી ઓળખાય છે તે પ્રભુનું જન્મ કલ્યાણક માગશર વદ ૧૦ નું છે. તે પ્રભુઆપણા સૌ કોઈનાં મંગલ- કલ્યાણ માટે થાઓ.


શંખ ફૂંક્યો ને શંખપુરી વસાવ્યું.

 

શંખ ફૂંક્યો ને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નામ આપ્યું.

 

શંખ ફૂંક્યો ને સમગ્ર સૃષ્ટિમાં વિજય થયો.



Comments


bottom of page